VIDEO: તહેવારોમાં ઓનલાઈન પેમેન્ટ-ખરીદીમાં સાવચેતી રાખો, સાયબર ગઠિયાઓની જાળથી બચો
ભાઈ-બહેનના પ્રેમના આ રક્ષા બંધન સહિતના તહેવારોમાં બજારમાં ખરીદીનો ધમધમાટ હોય છે. બીજી તરફ આ જ તહેવારોને સાયબર ઠગોએ કમાણીની તક બનાવી છે..ઠગો વોટ્સએપ પર ફ્રી ગિફ્ટની લાલચથી લઈને ફેક ડિસ્કાઉન્ટ કૂપન અને રાખડીની ડિલિવરીના નામે નાની રકમની ઓનલાઈન પેમેન્ટ સુધી અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી લોકોને નિશાન બનાવી રહ્યા છે..ત્યારે સવાલ એ છે કે..રક્ષાબંધનની ખુશીમાં ક્યાંક તમારું બેન્ક એકાઉન્ટ તો ખાલી ન થઈ જાય તે માટે સાવચેત રહેવાની સાયબર ક્રાઇમે અપીલ કરી છે.. વોટ્સએપ કે SMS પર આવતા ફ્રી ગિફ્ટ, લોટરી અથવા ડિસ્કાઉન્ટ કૂપનના મેસેજમાં આપવામાં આવેલી અજાણી લિંક પર ક્લિક કરવી ભારે પડી શકે છે.. સાયબર ક્રાઇમ સલાહ આપે છે કે રાખડી કે ગિફ્ટ ખરીદવા માટે માત્ર સત્તાવાર અને જાણીતી ઈ-કોમર્સ વેબસાઈટ કે એપનો જ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત પાર્સલ ડિલિવરીના નામે બે-પાંચ કે દસ રૂપિયાની ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતો મેસેજ આવે તો પણ સાવધાન રહેવું..

