Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Body of BJP worker exhumed after 5 years, what happened after Mamata Banerjee's victory in Bengal?

VIDEO: 5 વર્ષ બાદ કબરમાંથી બહાર કાઢાયો BJP કાર્યકર્તાનો મૃતદેહ, બંગાળમાં મમતા બેનર્જીની જીત બાદ શું થયું હતું?

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોલકાતા: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ચૂંટણી બાદ થયેલી હિંસા સાથે જોડાયેલા એક ચોંકાવનારા મામલામાં લગભગ પાંચ વર્ષ બાદ ભાજપના એક કાર્યકર્તાના દફન કરાયેલા અવશેષોને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કોર્ટના આદેશ બાદ પોલીસે મૃતકના હાડપિંજરના અવશેષો (Skeletal Remains) બહાર કાઢ્યા છે. હવે તેનું પોસ્ટમોર્ટમ (Postmortem) અને ફોરેન્સિક તપાસ (Forensic Investigation) કરવામાં આવશે.

App Store

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સોમવારે આ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી. નજાટ પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, સમગ્ર પ્રક્રિયાનું વીડિયો રેકોર્ડિંગ (Videography) કરવામાં આવ્યું છે. મૃત્યુનું સાચું કારણ જાણવા માટે અવશેષોને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

2021ની ચૂંટણી બાદ શું થયું હતું?

મળતી માહિતી મુજબ, 2021ની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયાના દિવસે સંદેશખાલીના ઝનઝનિયા ગામના રહેવાસી આસ્તિક ચંદ્ર દાસ પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પુત્ર સુબ્રત દાસે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સમર્થકો વિજય સરઘસ કાઢી રહ્યા હતા ત્યારે તેમના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો.

પરિવારના જણાવ્યા અનુસાર, હુમલામાં આસ્તિક ચંદ્ર દાસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાની પણ મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારબાદ ઘરે જ તેમનું મૃત્યુ થયું હતું.

પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમના ઘરની બહાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને તેમને મૃતદેહ દફનાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. પરિવારના કહેવા પ્રમાણે, મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું નહોતું.

પાંચ વર્ષ બાદ કેમ બહાર કાઢવામાં આવ્યા અવશેષ?

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બાદમાં પરિવાર દ્વારા નવી ફરિયાદ (Fresh Complaint) નોંધાવવામાં આવી હતી. રાજ્યમાં સત્તા પરિવર્તન બાદ આ ફરિયાદ ફરીથી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે મામલાની તપાસ માટે કબરમાંથી મૃતદેહના અવશેષો બહાર કાઢવાનો આદેશ આપ્યો હતો.

રવિવારે મેજિસ્ટ્રેટ અને પરિવારના સભ્યોની હાજરીમાં કબર ખોલીને હાડપિંજરના અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા. હવે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ બાદ આસ્તિક ચંદ્ર દાસના મૃત્યુનું કારણ સ્પષ્ટ થવાની શક્યતા છે.

પરિવારે જરૂર પડે તો સમગ્ર મામલાની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ને સોંપવાની પણ માગ કરી છે. સાથે જ પરિવારજનોએ મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.

ભાજપે TMC સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

આ મામલો સામે આવ્યા બાદ ભાજપે તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શમીક ભટ્ટાચાર્યએ આ ઘટનાને 2021ની ચૂંટણી બાદ ભાજપ કાર્યકર્તાઓ સાથે થયેલી કથિત હિંસા અને અત્યાચારનું ઉદાહરણ ગણાવ્યું છે.

તેમણે આરોપ લગાવ્યો કે તે સમયે TMCના શાસનમાં ભયનું વાતાવરણ હતું અને પોલીસ માત્ર મૂકદર્શક બની રહી હતી. ભાજપ નેતાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે હવે આ કેસમાં ન્યાય મળશે અને જવાબદાર લોકોને કડક સજા કરવામાં આવશે.

હવે પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટ (Forensic Report) બાદ આ કેસમાં આગળની કાર્યવાહી શું થાય છે અને પાંચ વર્ષ જૂના આ મૃત્યુનું રહસ્ય કેવી રીતે ઉકેલાય છે તેના પર સૌની નજર છે.