VIDEO: હળવદના માથક ગામે ખેતરમાં વીજળી પડતાં શ્રમિક માતા અને ચાર વર્ષીય પુત્રનું કરૂણ મોત
સોર્સ : gstv
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામની સીમમાં સાંજના સમયે કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદી ઝાપટાં દરમિયાન વીજળી પડવાની ઘટના બની…. મગફળીના ખેતરમાં કામ કરનાર ખેત શ્રમિક મનકુબેન નાયકા અને તેમના ચાર વર્ષીય માસૂમ પુત્ર શ્યામ રાકેશ નાયકા પર વીજળી પડતાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યું છે... આ અચાનક બનેલી દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

