VIDEO: ચંદીગઢમાં કોંગ્રેસ સાંસદ અને જેએનયુ પ્રોફેસર સામે કાર્યવાહીની માંગ સાથે ભાજપ મહિલા મોર્ચાનું પ્રદર્શન
સોર્સ : gstv
ચંદીગઢમાં ભાજપ પંજાબ મહિલા મોર્ચા દ્વારા રાહુલ ગાંધીની ચૂપકીદી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સાંસદ અને જે.એન.યુ.ના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઇજામ સામે જાતીય સતામણીના ગંભીર આક્ષેપોની તપાસ બાદ તેમને બરતરફ કરવામાં આવ્યા છે. આ મુદ્દે રાહુલ ગાંધી દ્વારા કોઈ પ્રતિક્રિયા કે સ્પષ્ટતા ન આપવાને કારણે મહિલા મોર્ચાના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ હાઇકમાન્ડની બેવડી નીતિ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક કડક પગલાં લેવાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

