VIDEO : કોંગ્રેસ અધ્યક્ષે PM MODI વિરુદ્ધ કરેલી ટીપ્પણી બાદ BJPએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ
ભારતીય જનતા પાર્ટીના એક પ્રતિનિધિમંડળે બુધવારે ચૂંટણી પંચની મુલાકાત લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી કહેતી વિવાદાસ્પદ ટિપ્પણી કરતા ભાજપે આ મામલે લેખિત ફરિયાદ નોંધાવી છે. આ પ્રતિનિધિમંડળમાં કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ જેવા દિગ્ગજ નેતાઓ સામેલ રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ અંગે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, પીએમ મોદી માટે આવા શબ્દોનો પ્રયોગ કરીને કોંગ્રેસે સમગ્ર દેશનું અપમાન કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે લોકશાહીમાં આવી ભાષાનો ઉપયોગ ગંભીર બાબત છે અને કોંગ્રેસે આ બદલ દેશની માફી માંગવી જોઈએ. ભાજપે ચૂંટણી પંચને વિનંતી કરી છે કે ખડગે સામે સખત પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી મર્યાદા ઓળંગવાની હિંમત ન કરે.

