VIDEO/ ખડગેના નિવેદન પર હંગામો: PM મોદીને 'આતંકવાદી' કહ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષે ફેરવી તોળ્યું
સોર્સ : GSTV
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચેન્નાઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત નિવેદન આપ્યું છે. ખડગે એક નિવેદનમાં PM મોદીને આતંકવાદી કહી દીધા. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું છે કે મોદી આતંકવાદી છે અને તેમની પાર્ટી સમાનતાના સિદ્ધાંતમાં વિશ્વાસ કરતી નથી. ખડગેએ કહ્યું કે AIADMK લોકશાહીને નબળી પાડી રહી છે અને પેરિયાર તથા આંબેડકરના સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરી રહી છે. જો કે બાદમાં કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સ્પષ્ટતા કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'મેં આતંકવાદી નથી કહ્યું, મેં કહ્યું હતું કે તેઓ આતંકિત કરી રહ્યા છે.'

