Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : K. Annamalai attacks Kharge for calling PM Modi a 'terrorist'

VIDEO : "હવે તેમને નિવૃત્તિની જરૂર છે", PM મોદીને 'આતંકવાદી' કહેવા બદલ કે. અન્નામલાઈના ખડગે પર પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ દેશનું રાજકારણ ગરમાયું છે.  મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી અને તેના પર ભાજપના નેતા કે. અન્નામલાઈના વળતા પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન પદની ગરિમા જાળવી નથી અને તેમણે જાહેર માફી માંગવી જોઈએ.

App Store

ગંદી ભાષાનો પ્રયોગ એ હતાશાની નિશાની 

કે. અન્નામલાઈએ ખડગેની ટીકા કરતા કહ્યું કે, "એક વરિષ્ઠ રાજકારણી અને કોંગ્રેસ જેવી જૂની પાર્ટીના નેતા વડાપ્રધાન માટે આટલી ગંદી ભાષાનો પ્રયોગ કરે અને તેમને સીધા જ 'આતંકવાદી' કહી દે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આ વડાપ્રધાનના પદનું અપમાન છે.

અન્નામલાઈએ કહ્યું કે, તમિલનાડુ આવ્યા પછી ખડગેને ગ્રાઉન્ડ રિયાલિટી સમજાઈ ગઈ છે. તેમને ખબર પડી ગઈ છે કે ઈન્ડિયા (INDIA) ગઠબંધન અહીં ખરાબ રીતે હારવાનું છે. આ જ હતાશામાં તેઓ આવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.

નિવૃત્તિની આપી સલાહ

ભાજપના નેતાએ ખડગેની ઉંમર અને તેમના અનુભવને ટાંકીને તીક્ષ્ણ કટાક્ષ કરતા કહ્યું કે, ભારતના કેટલાક રાજકારણીઓએ હવે વહેલી તકે નિવૃત્ત થઈ જવું જોઈએ. મલ્લિકાર્જુન ખડગે માટે આ સલાહ સૌથી વધુ યોગ્ય લાગે છે.

જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ ખડગે દ્વારા અપાયેલા આ નિવેદન બાદ ભાજપના અનેક નેતાઓએ મલ્લિકાર્જૂન ખડગે વિરુદ્ધ નિવેદનો આપ્યા છે. તમિલનાડુમાં ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કા પહેલા આ નિવેદનબાજીએ રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.