મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

યુપીમાં ભાજપે વધુ એક સાંસદની ટિકિટ કાપી, 11મી યાદીમાં એક માત્ર ભદોહીથી વિનોદકુમાર બિંદનું નામ જાહેર

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થવા આડે માત્ર 8 દિવસ બાકી છે, તે પહેલા ભાજપે તેના ઉમેદવાર

યુપીમાં ભાજપે વધુ એક સાંસદની ટિકિટ કાપી, 11મી યાદીમાં એક માત્ર ભદોહીથી વિનોદકુમાર બિંદનું નામ જાહેર

લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન થવા આડે માત્ર 8 દિવસ બાકી છે, તે પહેલા ભાજપે તેના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીની 11મી યાદીમાં માત્ર એક જ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની આ મોટી બેઠક પરથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ભાજપે ઉત્તર પ્રદેશની ભદોહી લોકસભા સીટ પરથી ડૉ.વિનોદ કુમાર બિંદને ટિકિટ આપી છે. ભાજપે અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં 71 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. કૈસરગંજ, રાયબરેલી, દેવરિયા અને ફિરોઝાબાદ લોકસભા સીટ માટે ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. કૈસરગંજમાં વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ કપાય તેવી શક્યતા છે.
 
ભાજપે ભદોહીના વર્તમાન સાંસદ રમેશચંદ બિંદની ટિકિટ કાપીને તેમની જગ્યાએ મિરઝાપુરની મઝવા વિધાનસભાથી નિષાદ પાર્ટીના ધારાસભ્ય વિનોદ કુમાર બિંદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જારી એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આગામી લોકસભા ચૂંટણી માટે ભદોહીથી ડો. વિનોદ કુમાર બિંદને ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે અત્યાર સુધી વારાણસી, આઝમગઢ, જૌનપુર, ગાઝીપુર, મૌ, બલિયા સહિત લગભગ તમામ સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

આ સમાચાર શેર કરો