Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP betrayed Shraddha in Sriram Mandir land deal, SP only exposed the issue: Dimple Yadav

VIDEO: શ્રીરામ મંદિર જમીન સોદામાં ભાજપે શ્રદ્ધા સાથે વિશ્વાસઘાત કર્યો, SPએ જ આ મુદ્દો ઉજાગર કર્યો: ડિમ્પલ યાદવ

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હી ખાતે સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવે રામ મંદિર જમીન સોદા મામલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આખું ઉત્તર પ્રદેશ જાણે છે કે આ મામલો ભગવાન શ્રીરામના મંદિર સાથે જોડાયેલો છે. ત્યાં છેલ્લા બે-ત્રણ વર્ષથી ગેરરીતિઓ થઈ રહી હતી અને ભાજપના નેતાઓ તેને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સમાજવાદી પાર્ટીએ જ આ સમગ્ર મુદ્દો પ્રકાશમાં લાવ્યો છે, નહીંતર આ બાબત ક્યારેય સામે આવી ન હોત."

App Store

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "અમારી પાર્ટીએ બે વર્ષ પહેલાં પણ જમીનના સોદામાં થયેલી ગેરરીતિઓ તરફ ધ્યાન દોર્યું હતું. ટ્રસ્ટ દ્વારા જે જમીનની કિંમત માત્ર 2 કરોડ રૂપિયા હતી, તે જ દિવસે 16 થી 17 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી. આ સિવાય પણ ટ્રસ્ટ દ્વારા અન્ય જમીન કૌભાંડો કરવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટી સતત આ મુદ્દો ઉઠાવી રહી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જનતા હવે સમજી ગઈ છે કે ભાજપે તેમની લાગણીઓ, શ્રદ્ધા અને ભક્તિ સાથે વિશ્વાસઘાત કર્યો છે."