video: શ્રીરામ જન્ભૂમિ તિર્થક્ષેત્ર ટ્રસ્ટને આરટીઆઈના દાયરામાં લાવવા માગ
સોર્સ : gstv
સીપીઆઈ-એમના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે કેન્દ્ર સરકારને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને માહિતી અધિકાર કાયદાના દાયરામાં લાવવા અંગે પુનર્વિચાર કરવાની માગ કરી છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને 4 જુલાઈએ લખેલા પત્રમાં કહ્યું કે ટ્રસ્ટને RTI હેઠળ લાવવાથી પારદર્શિતા અને જાહેર જવાબદારી સુનિશ્ચિત થશે. રામ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવાયેલા દાનમાં કથિત ચોરી વિવાદ વચ્ચે આ માગ ઉઠી છે.

