Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Bikaner police seize heroin worth ₹70 crore! Two accused arrested

VIDEO: બીકાનેર પોલીસે પકડ્યું ₹70 કરોડનું હેરોઈન! બે આરોપીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજસ્થાનના બીકાનેરમાં પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરીને ₹70 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત કર્યું છે. આ મામલે પોલીસે ગ્વાલિયરના રાહુલ રાવત અને જયપુરના પ્રશાંત ક્યાવલની ધરપકડ કરી છે.

App Store

બીકાનેરના પોલીસ અધિક્ષક (SP) મૃદુલ કછવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પકડાયેલા આરોપીઓ આંતરરાષ્ટ્રીય સરહદ મારફતે આવતા નશીલા પદાર્થોના નેટવર્ક સાથે જોડાયેલા હોવાની આશંકા છે. સામે આવેલા દ્રશ્યોમાં પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરતી જોવા મળી રહી છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ હવે આ ડ્રગ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે.