VIDEO: બિહાર: વિશ્વવિદ્યાલય અધિનિયમ ૨૦૨૬ વિરુદ્ધ શિક્ષકોનો વિરોધ, રાજભવન કૂચ કરી રહેલા કર્મચારીઓની અટકાયત
સોર્સ : gstv
બિહારમાં નવા વિશિષ્ટ વિશ્વવિદ્યાલય અધિનિયમ ૨૦૨૬ સામે શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓનો રોષ સપાટી પર આવ્યો છે. સંયુક્ત સંઘર્ષ મોરચાના નેતૃત્વમાં યોજાયેલી રાજભવન માર્ચને પોલીસે જેડી વિમેન્સ કોલેજ પાસે જ અટકાવી દીધી હતી…..કૂચ આગળ વધારવાના પ્રયાસ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને ધક્કામુક્કી થઈ હતી, ત્યારબાદ પોલીસે અનેક કર્મચારીઓની અટકાયત કરી હતી. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે આ કાયદાથી યુનિવર્સિટીઓની સ્વાયત્તતા જોખમાશે અને સરકારનું નિયંત્રણ વધશે. આ અધિનિયમ તુરંત પાછો ખેંચવાની માંગ સાથે શિક્ષકોએ ઉચ્ચ શિક્ષણના માળખાને બચાવવા માટે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

