VIDEO: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો, ઉમેદવાર મતદાનના આગલા દિવસ સુધી કસ્ટડીમાં
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળમાં બે વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નંદીગ્રામ પેટાચૂંટણીના ઉમેદવાર મિલન પ્રધાનની જ્યુડિશિયલ કસ્ટડી 5 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. આનાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે 6 ઓક્ટોબરે પેટાચૂંટણીનું મતદાન થવાનું છે. મિલન પ્રધાનને બંગાળ પોલીસે 19 વર્ષ જૂના એક કેસમાં ધરપકડ કરી છે. તેમને હાલ ન્યાયિક હિરાસતમાં રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને પૂર્વ મેદિનીપુર જિલ્લાની કાંટાઈ કોર્ટે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. રિપોર્ટ્સ મુજબ મિલનના વકીલ અયાન ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે કોર્ટના આ નિર્ણય સામે તેઓ કોલકાતા હાઈકોર્ટમાં જશે

