VIDEO:TMCમાં મોટી ફૂટ! 20 બળવાખોર સાંસદો NCPIમાં સામેલ, NDAને આપ્યું સમર્થન
સોર્સ : GSTV
દિલ્હીમાં એક મોટો રાજકીય ડ્રામા સર્જાયો હતો, જેમાં TMCના 20 બળવાખોર સાંસદો પહેલા ભાજપના મંત્રી ભૂપેન્દ્ર યાદવના ઘરે ગયા હતા. ત્યાર બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પણ મળ્યા હતા. બળવાખોર સાંસદોમાં સુદીપ બંદ્યોપાધ્યાય, કાકોલી ઘોષ અને શતાબ્દી રોય જેવા મોટા નામો સામેલ છે. આ જૂથે જાહેરાત કરી છે કે, તેઓ અસમ, ત્રિપુરા, બંગાળ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં અસ્તિત્વ ધરાવતી 'નેશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા એટલે કે NCPI નામની પાર્ટીમાં વિલય કરી રહ્યા છે. તેઓ હવે આગળ જઈને ભાજપની આગેવાની હેઠળના NDAને પોતાનું સમર્થન આપશે. આ સાંસદોની સંખ્યા બે-તૃતીયાંશથી વધુ હોવાથી તેમના પર પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થશે નહીં.

