Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Big earthquake in West Bengal politics! Election Commission summons Leader of Opposition to Delhi: Big action to be taken against TMC?

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ! ચૂંટણી પંચે વિપક્ષના નેતાને દિલ્હી બોલાવ્યા: TMC વિરુદ્ધ લેવાશે મોટું એક્શન?

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ! ચૂંટણી પંચે વિપક્ષના નેતાને દિલ્હી બોલાવ્યા: TMC વિરુદ્ધ લેવાશે મોટું એક્શન?
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળના રાજકારણને લઈને ભારતીય ચૂંટણી પંચ  દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા રીતબ્રત બેનર્જીને સત્તાવાર પત્ર પાઠવીને બેઠક માટે આમંત્રણ આપ્યું છે. ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ સામે કમિશનને મળેલી વિવિધ રજૂઆતો અને ફરિયાદો સંદર્ભે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

App Store

12 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાશે બેઠક
ચૂંટણી પંચે પત્રમાં જણાવ્યું છે કે પંચે વિપક્ષી નેતાના પ્રતિનિધિમંડળને રૂબરૂ સાંભળવા માટે સમય આપવાનો નિર્ણય કર્યો છે. આ બેઠક આગામી 12 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 11:00 વાગ્યે નવી દિલ્હી ખાતે યોજાશે.

5 સભ્યોનું ડેલિગેશન કરશે રજૂઆત
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, રીતબ્રત બેનર્જી સહિત કુલ પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળને આ મુલાકાત માટે મંજૂરી આપવામાં આવી છે. આ બેઠક દિલ્હી સ્થિત 'ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ' ખાતે યોજાશે.

તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવેલી ફરિયાદો અને રજૂઆતો અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. વિપક્ષી પ્રતિનિધિમંડળને રૂબરૂ સાંભળવા માટે પંચે લીધેલા આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News