VIDEO: "બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: અભિષેક બેનર્જીના ખાસ PA જેલના સળિયા પાછળ, જાણો કયા કૌભાંડમાં ભેરવાયા!"
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટો ધડાકો થયો છે. પશ્ચિમ બંગાળ CID એ ઝારગ્રામ જમીન કૌભાંડ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ અભિષેક બેનર્જીના અંગત સચિવ (PA) સુમિત રોયની ધરપકડ કરી લીધી છે.
આ મહત્વપૂર્ણ કાર્યવાહી સુપ્રીમ કોર્ટે સુમિત રોયને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યાના થોડા જ સમય બાદ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતમાંથી રાહત ન મળતા જ રાજ્યની CID એ ત્વરિત પગલાં ભરતા સુમિત રોયને સકંજામાં લીધા છે.
આ ધરપકડ બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે અને TMC સાંસદ અભિષેક બેનર્જીના નિવાસસ્થાનની બહાર ભારે હલચલ તેમજ ઉત્સુકતા જોવા મળી રહી છે. જમીન કૌભાંડના આ પ્રકરણમાં હવે આગામી સમયમાં તપાસનો ધમધમાટ વધુ તેજ બને તેવી પૂરી શક્યતા છે.

