કેન્દ્રનો મોટો નિર્ણય! કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવાયા

ભારત સરકારે 1 જુલાઇથી કોમર્શિયલ ખરીદનારાઓ માટે પેટ્રોલ અને ડીઝલનાં રિટેલ વેચાણ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવી લીધા છે. આ પ્રતિબંધો મિડલ ઇસ્ટમાં સંઘર્ષને કારણે ગ્લોબલ એનર્જી ટ્રેડમાં અવરોધ દરમિયાન ઘરેલુ ફ્યુઅલ સપ્લાયને સુરક્ષિત રાખવા માટે ઇમરજન્સી ઉપાય તરીકે મૂકવામાં આવ્યા હતાં.
કેન્દ્ર સરકારના આ નિર્ણયનો અર્થ થાય છે કે ૧ જુલાઇથી બસ કે ટ્રક માલિક સહિતનાં કોર્મશિયલ ખરીદનાર પેટ્રોલ પંપ પરથી ડાયરેક્ટ રીટેલ દરો પર ઇંધણ ખરીદી શકશે. જેના કારણે તેમનો ખર્ચ ઘટશે. સરકારે કોમર્શિયલ યુઝર્સને રિટેલ આઉટલેટ પરથી ફ્યુઅલ ખરીદવાથી રોક્યા હતાં. ડીઝલનાં વેચાણને પ્રતિ વ્યકિત કે વાહન માટે ૨૦૦ લીટર પ્રતિ દિવસ સુધી મર્યાદિત કર્યુ હતું.
આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો હતો કારણ કે તંગદિલીથી સપ્લાય ચેઇન પર ખતરો ઉભો થયો હતો. સ્થાનિક સ્તરે અછતની ચિંતા વધી ગઇ હતી.
જૂનમાં મુકવામાં આવેલા આ પ્રતિબંધોનો ઉદ્દેશ પેટ્રોલ અને ડીઝલની સમાન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, ફ્યુઅલ ખોટા ઉપયોગ અને જમાખોરીને રોકવા તથા યોગ્ય ભાવે અવરોધ વગર ફ્યુઅલ સપ્લાય ઉપલબ્ધ કરાવવાનો હતો.
સ્થિતિ સામાન્ય થતાની સાથે જ આ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. આનાથી ટ્રાન્સપોર્ટ ઓપરેટર અને ઇન્ડસ્ટ્રીયલ યુઝર્સ જેવા કોમર્શિયલ કન્ઝયુમર કોઇ પણ મર્યાદા વગર રિટેલ આઉટલેટ પરથી ફરીથી ફ્યુઅલ ખરીદી શકશે. ડીઝલ ભારતની ફ્યુઅલ માંગનો લગભગ ૪૦ ટકા હિસ્સો છે. પ્રતિબંધ હટાવવાનો અર્થ એ છે કે હવે સરકારનું માનવું છે કે ઘરેલુ ફ્યુઅલ સપ્લાય સામાન્ય થઇ ગયો છે હવે ઇમરજન્સી પ્રતિબંધોની જરૂર નથી.

