શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં CBI ને તપાસ કરવા માટેની સંપૂર્ણ છૂટ આપી

પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો વહીવટી નિર્ણય લેતા રાજ્યમાં સીબીઆઈ (

શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં CBI ને તપાસ કરવા માટેની સંપૂર્ણ છૂટ આપી
આ સમાચાર સાંભળો

પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો વહીવટી નિર્ણય લેતા રાજ્યમાં સીબીઆઈ (CBI)ને તપાસ કરવા માટેની સંપૂર્ણ છૂટ આપી દીધી છે. હોમ એન્ડ હિલ અફેર્સ વિભાગ (ગૃહ મંત્રાલય) તરફથી 08 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટ, 1946 હેઠળ CBIને રાજ્યમાં કેન્દ્રીય કર્મચારીઓ, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)ના કર્મચારીઓ અને તેમનાથી જોડાયેલા મામલાઓની તપાસ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

આ નોટિફિકેશનનો સીધો અર્થ એ છે કે, પશ્ચિમ બંગાળ સરકારે CBIને રાજ્યમાં અમુક ચોક્કસ કેસોની તપાસ કરવા માટે ફરીથી સામાન્ય સંમતિ (General Consent) આપી દીધી છે. જો કે, આ છૂટછાટ સંપૂર્ણપણે બિનશરતી નથી અને તેમાં કેટલીક મર્યાદાઓ રાખવામાં આવી છે.

જાહેરાત

ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં સીબીઆઈની એન્ટ્રી પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી અને દરેક તપાસ માટે રાજ્ય સરકારની અલગથી પરવાનગી લેવી પડતી હતી. પરંતુ રાજ્યમાં નવી સરકાર (શુભેન્દુ સરકાર)ના આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ સાથેના સંબંધો અને નીતિઓમાં આ મોટો બદલાવ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત