મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બેંગલુરૂમાં રિક્ષા ચાલકે યુવતીની કરી છેડતી, કેસ નોંધાયો

કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. આ વચ્ચે ટેક સિટી બેંગલુરૂ

બેંગલુરૂમાં રિક્ષા ચાલકે યુવતીની કરી છેડતી, કેસ નોંધાયો

કોલકાતામાં ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર બાદ હત્યાની ઘટનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. આ વચ્ચે ટેક સિટી બેંગલુરૂમાં પણ રિક્ષા ચાલકે યુવતીની છેડતી કરતા કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના બેંગલુરૂના સિલિકોન વેલીના HSR લેઆઉટમાં બની હતી.

બેંગલુરૂ પોલીસે જણાવ્યું કે પીડિતાને મેડિકલ તપાસ માટે હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ ઘટનાને લઇને કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે રિક્ષા ચાલકને શોધવા માટે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો