Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Assam is being run from Delhi: Rahul Gandhi

VIDEO : 'આસામને દિલ્હીથી ચલાવવામાં આવે છે', રાહુલ ગાંધીએ PM MODI - હિમંતા બિસ્વા પર કર્યા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 02 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે આસામ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે કાર્બી આંગલોંગમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, 'આસામ ફૂલોનો એક ગુલદસ્તો છે, જેમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને વિચારધારાઓના લોકો સાથે રહે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની વિચારધારા છે કે હિન્દુસ્તાનની જનતાના હાથમાં અસલી તાકાત હોય અને દેશ ચલાવવામાં દરેક વર્ગને ભાગીદારી મળે. બીજી તરફ ભાજપની વિચારધારા છે કે આસામને દિલ્હીથી ચલાવવામાં આવે'. રાહુલના મતે અત્યારે આ જ લડાઈ ચાલી રહી છે.

App Store

દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે હિમંતા બિસ્વાઃ રાહુલ ગાંધી

આસામના મુખ્યમંત્રી હિન્દુસ્તાનના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે. તેમનો કંટ્રોલ અમિત શાહ- પીએમ મોદીના હાથમાં છે. પીએમ મોદી કહેશે અમિત શાહના પગ પકડો તો હિમંતા શર્મા પગ પકડશે. સિન્ડિકેટ સાથે મળીને આસામ ચલાવે છે. આસામમાં અમારી સરકાર આવશે ને તો સૌથી પહેલા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરીશું. કોઈ માફી મળશે નહીં. કોંગ્રેસ તેમને છોડશે નહીં. 

'આસામના નિર્ણયો દિલ્હીથી લેવાય છે'

રાહુલ ગાંધીએ કટાક્ષ કરતાં કહ્યું કે, 'અમે અનુચ્છેદ 244A એટલા માટે લાગુ કર્યો કારણ કે અમારું માનવું છે કે નિર્ણયો સ્થાનિક સ્તરે લેવાવા જોઈએ. આ નિર્ણયો ગુવાહાટી કે દિલ્હીથી નહીં, પરંતુ અહીં તમારા નેતાઓ અને પરિષદો લે. આ જ અમારી અને તેમની વચ્ચેનો તફાવત છે. તમને લાગે છે કે નિર્ણયોનો સિલસિલો ગુવાહાટીથી શરૂ થાય છે, પરંતુ એવું નથી.'

'દિલ્હીના નિર્ણયો અમેરિકાથી..'

રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, 'આજે જો ભારત રશિયા, ઈરાન કે ઈરાક જેવા દેશો પાસેથી તેલ ખરીદવા માંગતું હોય, તો તેણે ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકા પાસેથી મંજૂરી લેવી પડે છે. આપણે પૂછ્યા વગર તેલ ખરીદી શકતા નથી. નરેન્દ્ર મોદીએ ભારતનો ડેટા ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો છે. હવે તેઓ પોતાની મરજીથી આ ડેટાનો ઉપયોગ કરી શકે છે અથવા તેને જમા રાખી શકે છે.'

'આ સોદો કેમ થયો?'

તેમણે એમ પણ કહ્યું કે 'મોદીએ વચન આપ્યું છે કે ભારત દર વર્ષે અમેરિકન કંપનીઓ પાસેથી 9 લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદશે. આનાથી આપણા નાના વ્યવસાયો અને ઉદ્યોગોને ભારે નુકસાન થશે. ભારતે અમેરિકાને ઘણું આપ્યું છે, પરંતુ બદલામાં આપણને કંઈ મળ્યું નથી. અહીં ટેક્સ વધી ગયો છે, આપણો ડેટા શેર થઈ ગયો છે અને તેલ ખરીદવાના વિકલ્પો ઘટી ગયા છે. સવાલ એ છે કે આ સોદો કેમ થયો? રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર, આવું એટલા માટે થયું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નિયંત્રિત કરે છે.'

'તમારી જમીન મોટા ઉદ્યોગપતિઓને આપી દેવાઈ'

વિપક્ષ નેતાએ આરોપ લગાવ્યો કે 'તમારી જમીન છીનવીને અદાણી, અંબાણી અને પતંજલિને આપી દેવામાં આવી છે. હજારો વીઘા જમીન બીજી મોટી કંપનીઓને પણ મળી છે. તમારે એ સમજવું પડશે કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા નરેન્દ્ર મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તમે વિચારતા હશો કે હું અહીં આની વાત કેમ કરી રહ્યો છું. તમારે એ સમજવું પડશે કે દબાણ ક્યાંથી આવી રહ્યું છે. તે કરારમાં ભારતની ખેતી-ખેડૂતોના રસ્તાઓ એવી રીતે ખોલવામાં આવ્યા છે, જેની ખરાબ અસર આપણા ખેડૂતો પર પડી રહી છે.'