Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Rahul Gandhi's election campaign in Kerala, "I am a Keralite not by birth but by culture"

VIDEO: કેરળમાં રાહુલ ગાંધીનું ચૂંટણી રણશિંગું, "હું જન્મથી નહીં પણ સંસ્કારથી કેરળવાદી છું

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેરળ વિધાનસભા ચૂંટણી 2026 માટે પ્રચારની શરૂઆત કરી છે. પ્રચાર દરમિયાન તેમણે જાહેર સભામાં જણાવ્યું કે કેરળમાં જન્મ્યા ન હોવા છતાં તેઓ પોતાને કેરળવાદી ગણે છે

App Store

 રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કેરળના લોકોના વલણને વખાણ્યું. તેમણે કહ્યું કે હું કદાચ કેરળમાં જન્મ્યો ન હોઉં, પરંતુ હું એક કેરળવાદી છું. કેરળ નફરત પર પ્રેમ, અહંકાર પર નમ્રતા, ગુસ્સા પર આશા અને વિભાજન પર એકતા પસંદ કરે છે. કરુણા, ગૌરવ અને એકતાની આ ભાવના જ કેરળને વ્યાખ્યાયિત કરે છે. હું હંમેશા તમારી સાથે ઊભા રહેવા અને તમારા હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છું.કોઝિકોડમાં જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધીએ પશ્ચિમ એશિયામાં ચાલતા તણાવને લઈને ચેતવણી આપી.

તેમણે કહ્યું કે આ તણાવથી ઇંધણના ભાવ અને ફુગાવામાં વધારો થશે, જે ભારત અને કેરળના લોકોને સીધી અસર કરશે. મધ્ય પૂર્વમાં એક દુર્ઘટના ઘટી રહી છે. કોઈને ખબર નથી કે તેનો અંત ક્યાં આવશે. ઇંધણના ભાવ વધવાના છે અનેફુગાવો વધવાનો છે, તેવી સંભાવના વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ વર્તમાન લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યો કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે તે નાગરિકોનું રક્ષણ કરવા અને તેમના નાણાકીય બોજને હળવો કરવા માટે શું કરી રહી છે. કેરળ વિધાનસભાની 140 બેઠકો માટે મતદાન 9 એપ્રિલ 2026ના રોજ એક જ તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. આ ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળનું યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ વર્તમાન એલડીએફ સરકારને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.