Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Assam floods: Death toll rises to 31, 5.64 lakh people affected in 16 districts

VIDEO: આસામમાં પૂરનો હાહાકાર: કુલ મૃત્યુઆંક 31 થયો, 16 જિલ્લાના 5.64 લાખ લોકો પ્રભાવિત

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Assam Floods Death Toll 21 Deaths In 24 Hours : અસમમાં પૂરની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. પાછલા 24 કલાકમાં પૂરના કારણે વધુ 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે ચાલુ વર્ષે પૂરથી મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે. અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના બુલેટિન મુજબ, રાજ્યના 16 જિલ્લાઓમાં 5.64 લાખથી વધુ લોકો પૂરના પાણીમાં ઘેરાયેલા છે.

App Store

શિવસાગર જિલ્લો સૌથી વધુ પ્રભાવિત

ASDMA ના જણાવ્યા અનુસાર, શિવસાગર જિલ્લામાં પૂરથી સૌથી વધુ તારાજી સર્જાઈ છે, જ્યાં 13 લોકોના મોત થયા છે અને 3.59 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ સિવાય જોરહાટમાં 87 હજાર અને ચરાઈદેવમાં 72 હજારથી વધુ લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. રાજ્યના 44 રેવન્યુ સર્કલ હેઠળના 872 ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાહત કામગીરી માટે 71 રિલીફ કેમ્પ અને 202 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે તેઓ પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને સ્થળ પર જઈને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરશે.

પૂર સમયે સ્વ-બચાવ માટે આટલું ખાસ કરો

ઈમરજન્સી કિટ તૈયાર રાખો: કટોકટીના સમયે રોકડ રકમ, મોબાઈલ ચાર્જર, પીવાનું ચોખ્ખું પાણી, સૂકો ખોરાક, ટોર્ચ, પ્રાથમિક સારવારની દવાઓ અને મહત્વના દસ્તાવેજો એક કિટમાં સાથે રાખો.

સુરક્ષિત અને ઊંચા સ્થળે ખસી જાઓ: જો તમારું મકાન નીચાણવાળા વિસ્તારમાં હોય તો વિલંબ કર્યા વગર તુરંત ઊંચા અને સુરક્ષિત સ્થળે જતા રહો.

વીજળીના વાયરોથી દૂર રહો: પૂર દરમિયાન વીજળીના કરંટ અને ડૂબવાનો સૌથી વધુ ભય હોય છે, તેથી સાવચેતી રાખો.