VIDEO: કેદારનાથ ધામના દ્વાર ખુલતા જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાનું ચુસ્ત મોનિટરિંગ
ઉત્તરાખંડના પવિત્ર કેદારનાથ ધામના દ્વાર 22 એપ્રિલે ખૂલતા જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગૌરીકુંડથી કેદારનાથ સુધીના માર્ગ પર શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. યાત્રાળુઓ પગપાળા તેમજ ઘોડા-ખચ્ચર દ્વારા આ દુર્ગમ પહાડી માર્ગ પાર કરી રહ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર યાત્રા માર્ગનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પગપાળા યાત્રીઓ અને ઘોડા-ખચ્ચર માટે એક જ માર્ગ હોવાથી ટ્રાફિક નિયંત્રણ માટે સેક્ટર ઓફિસર્સ તૈનાત કરવામાં આવ્યા છે. માર્ગમાં વિવિધ સ્થળોએ મેડિકલ રિલીફ પોઈન્ટ્સ અને આરામ માટે ખાસ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પશુઓના સ્વાસ્થ્ય માટે અલગ ચેકપોસ્ટ અને તેમની સુરક્ષા માટે ખાસ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. રુદ્રપ્રયાગ વહીવટીતંત્ર ભક્તોને સુરક્ષિત અને સુવ્યવસ્થિત યાત્રાનો અનુભવ મળે તે માટે સંપૂર્ણ કટિબદ્ધ હોવાનું જણાવ્યું છે.

