Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Sudden change in Delhi's weather, strong winds and dust storms cause major reduction in visibility

VIDEO: દિલ્હીના હવામાનમાં અચાનક પલટો, તેજ પવન સાથે ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેશની રાજધાની દિલ્હીમાં હવામાનમાં અચાનક પલટો આવતા સમગ્ર શહેર ધૂળની ડમરીઓ અને તેજ પવનની ચપેટમાં આવી ગયું છે. ખાસ કરીને કરોલ બાગ વિસ્તારમાંથી હચમચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ભારે પવનને કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. રસ્તાઓ પર ધૂળનું સામ્રાજ્ય છવાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને દિવસના સમયે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને ઝાડની ડાળીઓ ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની છે. હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. અચાનક આવેલા આ વાવાઝોડાને કારણે દિલ્હીના તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ધૂળને કારણે હવાની ગુણવત્તા પર વિપરીત અસર પડી છે.

App Store