VIDEO: સંજય દત્ત પહોંચ્યા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસે! દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે 'મુન્નાભાઈ'ની એન્ટ્રી, કારણ અકબંધ
સોર્સ : GSTV
VIDEO: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત આજે દિલ્હીમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસે પહોંચતા મીડિયામાં ચર્ચા જાગી હતી . સંજય દત્તની આ મુલાકાત જેમાં તેઓ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આયોગની ઓફિસમાં પ્રવેશતા જોવા મળ્યા હતા.
જોકે તેમની આ મુલાકાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ કોઈ સામાજિક જાગૃતિ અભિયાન અથવા મહિલા સશક્તિકરણ સંબંધિત પ્રોજેક્ટ અંગે ચર્ચા કરવા માટે પહોંચ્યા હોઈનું મનાય છે આયોગના ઉચ્ચ અધિકારીઓ સાથેની આ બેઠકને લઈને અનેક અટકળો લગાવવામાં આવી હતી સંજય દત્તને જોવા માટે ઓફિસની બહાર ચાહકોની ભીડ ઉમટી પડી હતી.

