VIDEO: મહુઆ મોઇત્રા સામે ધરપકડ વોરંટ, અદાલતમાં હાજર ન રહેતા કાર્યવાહી
સોર્સ : gstv
પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં TMC સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી છે. કૃષ્ણનગરની અદાલતે કથિત વાંધાજનક અને ઉશ્કેરણીજનક નિવેદનોના કેસમાં તેમની સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. વારંવાર સમન્સ જારી થયા છતાં મહુઆ મોઇત્રા વ્યક્તિગત રીતે અદાલતમાં હાજર ન થતાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદમાં મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડવા, વિવિધ સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાવવા, ધાર્મિક લાગણી દુભાવવા અને હેટ સ્પીચ સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે અદાલતના ધરપકડ વોરંટ બાદ આ મામલે મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધુ વધી શકે છે.

