VIDEO: ANDAR NI VAAT/ પશ્ચિમ બંગાળમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા પર ઇંડા ફેકાતા રાજનીતિ ગરમાઈ
પશ્વિમ બંગાળમાં સત્તા ગયા બાદ ટીએમસીની માઠી બેઠી છે. મમતા સામે બગાવતના સુર હજુ પુરા થયા નથી ત્યાં જ ટીએમસીના નેતા સામે કોઇને કોઇ ઘટના બની રહી છે. ટીએમસીના ફાયરબ્રાન્ડ નેતા મહુવા મોઇત્રાની ઓફિસમાં ઇંડા ફેકવામાં આવ્યા હતા. મહુવા મોઇત્રાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેણી નાદિયામાં પોતાની ઓફિસ હતા ત્યારે ભાજપના કાર્યકરો દ્રાર તેની ઓફિસ પર ઇંડા અને રિંગણ ફેકવામાં આવ્યા હતા. તેણીએ કહ્યું હતું કે પોલીસને બોલાવવામાં આવી હતી પણ પોલીસ ઘણાં સમય પછી આવી હતી અને આવ્યા બાદ મુક પ્રેક્ષક બનીને રહી ગઇ હતી. ભાજપે આ ઘટનાને લોકોનો ગુસ્સો ગણાવ્યો હતો. ભાજપના નેતાએ કહ્યું હતું કે હવે લોકોનો ગુસ્સો બહાર આવી રહ્યો છે. ટીએમસીના રાજમાં અરાજકતા હતી તેનો ગુસ્સો લોકો ઇંડા ફેકીને કાઢી રહ્યા છે ટીએમસી નેતા પર ઇંડા ફેકવાની આ પહેલી ઘટના નથી. ચૂંટણીમાં હાર બાદ અનેક નેતા પર ઇંડા ફેકાયા છે. ટીએમસીના મહામંત્રી અને મમતા બેનર્જીનાં ભત્રીજા અભિષેક બેનર્જી પર પણ ઇંડા ફેકવામાં આવ્યા હતા. બંગાળમાં ચૂંટણી બાદ હિંસા ફાટી નિકળી હતી. આ હિંસામાં ટીએમસીના કેટલાક કાર્યકરોના મોત થયા હતા. કાર્યકરોના પરિવારને મળવા જતી વખતે અભિષેક બેનર્જી પર હુમલો થયો હતો. આ સાથે લોકોએ ઇંડા પણ ફેક્યા હતા. ત્યારે પણ આ હુમલો ભાજપના કાર્યકરોએ કહ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. અભિષેક સિવાય ટીએમસીના વરિષ્ટ નેતા કુણાલ ઘોષ પર પણ ઇંડા ફેંકવામાં આવ્યા હતા. કુણાલ ઘોષ મમતા બેનર્જીના ઘરે જઇ રહ્યા હતા ત્યારે મમતાના ઘર સામે જ ઇંડા ફેકવામાં આવ્યા હતા. આવી જ રીતે સૌમિત્ર બેનર્જી, જયપ્રકાશ મુજમુદાર પર પણ ઇંડા ફેકવામાં આવ્યા હતા. જો કે ટીએમસીએ ઇંડા ફેકવાના પોલીટીક્સને ભાજપની સાજીસ ગણી હતી. જ્યારે ભાજપે ઇંડા ફેકવાના પોલીટીક્સને લોકોનો ગુસ્સો ગણાવ્યો છે. બીજી બાજુ પશ્વિમ બંગાળ હાઇકોર્ટે ઇંડા ફેકવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. એક પીઆઇએલના અનુસંધાનમાં હાઇકોર્ટે કહ્યું હતું કે ઇંડા ફેકવાની ઘટના બંધ થવી જોઇએ. આ સાથે પોલીસને આદેશ આપ્યો હતો કે ઇંડા ફેકનાર સામે કડક એકશન લેવામાં આવે. આમ પશ્વિમ બંગાળનું પોલીટીક્સ હાલ ઇંડા આગળ હરી ફરી રહ્યું છે.
બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

