VIDEO: ચેન્નાઈમાં એઆઈએડીએમકેની મહત્વની બેઠક યોજાઈ
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં આવેલા એઆઈએડીએમકે પક્ષના મુખ્ય મથક પુરચ્ચી થલાઈવર એમ.જી.આર. માલિગઈ ખાતે પક્ષ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં આવેલા એઆઈએડીએમકે પક્ષના મુખ્ય મથક પુરચ્ચી થલાઈવર એમ.જી.આર. માલિગઈ ખાતે પક્ષના જિલ્લા સચિવોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પક્ષના જનરલ સેક્રેટરી એડપ્પાદી કે. પલાનીસ્વામી ની અધ્યક્ષતામાં મળેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યભરના વરિષ્ઠ પદાધિકારીઓ અને જિલ્લા સચિવો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, પેટાચૂંટણીની વ્યુહરચના અને પક્ષના સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત કરવા અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ આયોજનને પગલે મુખ્યાલયની બહાર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.



