Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : America's trade advisor's big statement about tariffs on India

VIDEO: અમેરિકાના ટ્રેડ એડવાઈઝરનું ભારત પર ટેરિફ અંગે મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લિન્ડસે ગ્રેહામ બિલની ભારત પર પડનારી અસર અંગે પૂછાયેલા એક સવાલનો જવાબ આપતા વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેનો ઉકેલ લાવી દેશે. નવારોએ કહ્યું હતું કે, 'પ્રમુખ અને તમારા વડાપ્રધાન વચ્ચે ખૂબ જ સારા કામકાજી સંબંધો છે. તેઓ પરસ્પર આનો ઉકેલ લાવી દેશે અને તેમાં મારો કોઈ હસ્તક્ષેપ નથી.  તેમણે આ વાત ટ્રમ્પ સમર્થિત રશિયા પ્રતિબંધ બિલ વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહી હતી, જેના હેઠળ ભારત પર 100 ટકા સુધીનો ટૅરિફ લગાવી શકાય છે. નવારોએ કહ્યું કે,  યુક્રેન પર રશિયાના હુમલા પહેલાં ભારત રશિયા સાથે તેલના વેપારમાં સામેલ નહોતું  પરંતુ ત્યારબાદ તે મોટા પાયે આમાં સામેલ થયું અને રશિયા તરફથી અનેક રિફાઈન્ડ ઉત્પાદનો વેચવા લાગ્યું  જેનાથી યુદ્ધ મશીનને મદદ મળી.

App Store