Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Due to climate change, many American cities will become uninhabitable, millions of people will have to move

VIDEO: ક્લાઈમેટ ચેન્જના કારણે અમેરિકાના અનેક શહેરો બનશે રહેવા માટે અયોગ્ય, કરોડો લોકોએ કરવું પડશે સ્થળાંતર

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાન પરિવર્તન હવે માત્ર પર્યાવરણનો જ નહીં, પરંતુ લોકોના આશિયાના અને ખિસ્સા પર સીધો પ્રહાર બનવા જઈ રહ્યો છે. એક તાજા અભ્યાસમાં ખુલાસો થયો છે કે આગામી 30 વર્ષોમાં એટલે કે વર્ષ 2055 સુધીમાં કુદરતી આફતો અને આબોહવાકીયરહેવા  જોખમોના કારણે અમેરિકી રિયલ એસ્ટેટ બજારને અંદાજે $1.47 ટ્રિલિયન (આશરે 139.89 લાખ કરોડ રૂપિયા) નું ભારે નુકસાન વેઠવું પડશે. આ સ્થિતિ અમેરિકી હાઉસિંગ માર્કેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલી નાખશે.

App Store

હોમ ઇન્શ્યોરન્સના વધતા પ્રીમિયમ

આગામી વર્ષોમાં હોમ ઇન્શ્યોરન્સનું વધતું પ્રીમિયમ પ્રોપર્ટી બજાર પર સૌથી મોટું આર્થિક દબાણ લાવશે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2055 સુધીમાં સમગ્ર દેશમાં સરેરાશ વીમા પ્રીમિયમ 29.4 ટકા સુધી વધી શકે છે. મિયામી જેવા શહેરોમાં વીમાનો ખર્ચ 4 ગણાથી પણ વધુ વધી જશે. જ્યારે જેક્સનવિલે, ટાંપા અને ન્યૂ ઓર્લિયન્સમાં તે 3 ગણો થઈ શકે છે. કેલિફોર્નિયામાં વીમાનો ખર્ચ બમણો થવાનો અંદાજ છે. જેના કારણે સામાન્ય નાગરિકો માટે ઘર ખરીદવું મુશ્કેલ બનશે.

મોટા પાયે આંતરિક સ્થળાંતર

અત્યંત ગરમી, જંગલોની આગ અને પૂર જેવા ગંભીર જોખમોના કારણે અમેરિકી નાગરિકો પોતાના રહેઠાણ બદલવા મજબૂર થઈ રહ્યા છે. અહેવાલ મુજબ, આગામી 30 વર્ષોમાં આશરે 5.5 કરોડ લોકો આબોહવાકીય પરિસ્થિતિઓને કારણે દેશની અંદર જ અન્ય સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થઈ શકે છે. માત્ર આ વર્ષે જ લગભગ 50 લાખ લોકો સુરક્ષિત વિસ્તારોની શોધમાં સ્થળાંતર કરી શકે છે. જેનાથી પ્રોપર્ટી બજારમાં બે અલગ પ્રવાહો જોવા મળશે. સુરક્ષિત વિસ્તારોમાં લોકોના વસવાથી ત્યાં સંપત્તિઓની કિંમતોમાં $244 બિલિયન (આશરે 23.22 લાખ કરોડ રૂપિયા) સુધીનો વધારો થઈ શકે છે.

સન બેલ્ટ રાજ્યો પર સૌથી મોટું જોખમ

કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસ જેવા પ્રમુખ સન બેલ્ટ રાજ્યો પર કુદરતી આપત્તિઓનો સૌથી મોટો માર પડ્યો છે. વર્ષ 1980 પછીથી અમેરિકી પ્રાકૃતિક આપત્તિઓના કુલ $2.8 બિલિયન (આશરે 2,66,448 કરોડ રૂપિયા) ના નુકસાનમાંથી 40 ટકાથી વધુ ભાગ આ ત્રણ રાજ્યોનો રહ્યો છે. વર્ષ 2055 સુધીમાં આ રાજ્યોના કેટલાક કાઉન્ટીમાં પ્રોપર્ટીના ભાવ 10 ટકાથી લઈને 40 ટકા સુધી ઘટી શકે છે, જે ભવિષ્યના આર્થિક સંકટની ગંભીર ચેતવણી આપે છે.