Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Allahabad High Court Justice Yashwant Verma resigns

અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ આપ્યું રાજીનામું, સંસદીય તપાસથી બચવા પગલું ભર્યાની ચર્ચા

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ આપ્યું રાજીનામું, સંસદીય તપાસથી બચવા પગલું ભર્યાની ચર્ચા
સોર્સ : gstv

અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા એક વર્ષથી વિવાદોના ઘેરામાં રહેલા જસ્ટિસ વર્માએ સંસદીય તપાસ અને સંભવિત મહાભિયોગ (Impeachment) ની કાર્યવાહી ટાળવા માટે આ પગલું ભર્યું હોવાનું મનાય છે.

App Store

શું હતો સમગ્ર વિવાદ?

જસ્ટિસ યશવંત વર્મા જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં ફરજ બજાવતા હતા, ત્યારે માર્ચ 2025માં તેમના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગી હતી. આગ બુઝાવવા માટે પહોંચેલા ફાયર ફાઈટરના જવાનોને ત્યાંથી મોટી માત્રામાં ₹500ના મૂલ્યની અડધી બળેલી નોટો મળી આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અને ટ્રાન્સફર

ઇન-હાઉસ ઈન્કવાયરી: સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ત્રણ જજની સમિતિએ તપાસમાં જસ્ટિસ વર્મા સામે પ્રાથમિક પુરાવા મળ્યા હોવાનું નોંધ્યું હતું.

ટ્રાન્સફર: વિવાદ વધતા સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા એપ્રિલ 2025માં તેમને દિલ્હી હાઈકોર્ટમાંથી હટાવીને તેમની પેરન્ટ કોર્ટ એટલે કે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં બદલી કરી દેવામાં આવી હતી.

કામગીરી પર રોક: અલ્લાહાબાદ હાઈકોર્ટમાં જોડાયા હોવા છતાં, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમને કોઈ ન્યાયિક કામગીરી સોંપવામાં આવી નહોતી.

સંસદમાં મહાભિયોગ

જસ્ટિસ વર્માએ અગાઉ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સંસદના બંને ગૃહોમાં તેમને પદ પરથી હટાવવા માટેની પ્રક્રિયા (Removal Motion) શરૂ કરવામાં આવી હતી. જજ ઇન્કવાયરી એક્ટ હેઠળ તપાસ સમિતિ પણ બનાવવામાં આવી હતી. આ તપાસ પૂર્ણ થાય તે પહેલા જ તેમણે સ્વેચ્છાએ પદ છોડવાનો નિર્ણય લીધો છે.