VIDEO: શરદ પવાર જૂથના તમામ 8 સાંસદો સોમવારે PM મોદીને મળશે! સુપ્રિયા સુલેએ અચાનક કરી મોટી જાહેરાત!
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(શરદચંદ્ર પવાર જૂથ)ના તમામ 8 લોકસભા સાંસદો સોમવાર, 10 ઑગસ્ટ 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. સંસદ સભ્ય સુપ્રિયા સુલેએ પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે માહિતી આપતાં સ્પષ્ટ કર્યું કે, આ મુલાકાત મહારાષ્ટ્રના મહત્ત્વના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે કરવામાં આવી રહી છે. તેમણે PMO પાસેથી સત્તાવાર રીતે સવારે 11 વાગ્યાનો સમય માંગ્યો છે.
એકનાથ શિંદે જૂથ પર કટાક્ષ
જ્યારે પત્રકારોએ એકનાથ શિંદે જૂથના સાંસદોની તાજેતરની PM મુલાકાત વિશે પૂછ્યું ત્યારે સુપ્રિયા સુલેએ જણાવ્યું કે, 'શિંદે જૂથના સાંસદોને નાસ્તા પર બોલાવવામાં આવ્યા હતા, જ્યારે અમે મહારાષ્ટ્રના મુદ્દાઓ માટે વડાપ્રધાન પાસે સત્તાવાર મુલાકાતનો સમય માંગ્યો છે.'
FCRA બિલ અંગે NCP(SP)નું સ્ટેન્ડ
FCRA(ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન ઍક્ટ) સુધારા બિલ પર સુપ્રિયા સુલેએ પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું છે. શરદ પવાર જૂથ વર્તમાન સ્વરૂપમાં FCRA બિલનો સખત વિરોધ કરે છે. સરકારે આ બિલમાં ઉતાવળ ન કરવી જોઈએ અને તેને સંયુક્ત સંસદીય સમિતિ (Joint Parliamentary Committee - JPC) પાસે મોકલવું જોઈએ. જો સરકાર ચર્ચા માટે તૈયાર હોય તો તેમની પાર્ટી પણ સકારાત્મક ચર્ચામાં જોડાશે. ડ્રગ્સ કે આતંકવાદ માટે આવતા વિદેશી નાણાં પર ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આરોગ્ય, પોલિયો રસીકરણ કે શિક્ષણ ક્ષેત્રે ગરીબ બાળકો માટે કામ કરતી NGOને મળતા વિદેશી ફંડિંગને બંધ ન કરવું જોઈએ.દુબઈ કે વિદેશમાં રહેતા ભારતીયો પોતાના પરિવારને પૈસા મોકલે છે તેને 'કાળું નાણું' ન ગણી શકાય. આ બિલ દેશવાસીઓ પર લાદવામાં ન આવે.
આ ઉપરાંત, તેમણે NEET અને જંતર-મંતર વિવાદિત ઘટનાઓની તપાસ માટે એક પારદર્શી SIT બનાવવાની પણ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.

