Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Unexpected meeting of Sharad Pawar and Supriya Sule with PM Modi, politics heats up amid speculations of closer NDA

VIDEO: શરદ પવાર અને સુપ્રિયા સુલેની પીએમ મોદી સાથે અણધારી મુલાકાત, NDA નજીક જવાની અટકળો વચ્ચે ગરમાયું રાજકારણ

Timeછેલ્લું અપડેટ : 22 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર) ના અધ્યક્ષ શરદ પવાર અને તેમના પુત્રી તથા સાંસદ સુપ્રિયા સુલેએ સંસદ ભવનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ અણધારી મુલાકાતને પગલે રાજકીય વર્તુળોમાં શરદ પવારનો જૂથ એનડીએ (NDA) ની નજીક જઈ રહ્યો હોવાની અટકળો ફરી એકવાર તેજ થઈ ગઈ છે. સંસદ ભવનમાં વડાપ્રધાનના કક્ષમાં યોજાયેલી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ શરદ પવારનો હાથ પકડીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

App Store

NEET વિવાદ અને પરિસીમન બિલ અંગે ચર્ચા

આ મુલાકાતના એક દિવસ પહેલા જ શરદ પવાર અને સુપ્રિયા સુલે જંતર-મંતર ખાતે NEET-UG પેપર લીક મામલે વિરોધ દર્શાવી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા હતા. શરદ પવારે આ બેઠકમાં પણ વિદ્યાર્થીઓના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હોવાનું મનાય છે. બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદ પવારની પાર્ટી સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકારના મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ 'પરિસીમન બિલ'નું સમર્થન કરી શકે છે. જો NCP (SP) આ બિલનું સમર્થન કરે છે, તો મોદી સરકારને લોકસભામાં બે-તૃતિયાંશ બહુમતીનો આંકડો મેળવવામાં મોટી મદદ મળશે.

સુપ્રીયા સુલેએ આ અટકળોને ફગાવી દીધી

તદુપરાંત, NCP (SP) ના નેતા જયંત પાટીલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વચ્ચેની તાજેતરની બેઠકોએ પણ આ અટકળોને બળ આપ્યું છે. જોકે, સુપ્રિયા સુલેએ ભાજપ કે NDA માં જોડાવાની અટકળોને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે આ બેઠકો માત્ર વહીવટી કામકાજ અર્થે હતી, કોઈ રાજકીય જોડાણ માટે નહીં.