VIDEO: ભાજપ અને ચૂંટણી પંચ પર અખિલેશ યાદવના ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
SIR અને ચૂંટણી પંચના વિરોધમાં INDIA બ્લોકના સાંસદોએ સંસદથી ચૂંટણી સદન સુધી માર્ચ શરૂ કર્યો હતો. સંસદ ભવનથી નીકળેલા સાંસદો ચૂંટણી સદન તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, TMC સાંસદ અભિષેક બેનર્જી, ડેરેક ઓ’બ્રાયન સહિત અનેક નેતાઓને અટકાયતમાં લીધા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદો ચૂંટણી કમિશનરને મળવા માંગે છે અને તેમણે મળવું જ પડશે. અખિલેશ યાદવે ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા અને ગંભીર આક્ષેપ કર્યા.

