Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Congress spreads false fear', conspiracy to defame Election Commission and Supreme Court? BJP's counterattack on Sir controversy

VIDEO: 'કોંગ્રેસ ખોટો ડર ફેલાવે છે', ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટને બદનામ કરવાનું ષડયંત્ર? SIR વિવાદ પર ભાજપનો પલટવાર

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તેલંગાણામાં મતદાર યાદી સુધારણા (SIR - Special Intensive Revision) મામલે ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેલંગાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ એન. રામચંદર રાવે કોંગ્રેસ પર બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો અને લોકોમાં ખોટો ભય ઊભો કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

App Store

કોંગ્રેસના શાસનમાં પણ SIR થતું હતું: રામચંદર રાવ

હૈદરાબાદમાં પત્રકારો સાથે વાતચીત કરતા રામચંદર રાવે જણાવ્યું હતું કે, "કોંગ્રેસ સરકારના સમયગાળા દરમિયાન પણ આ જ પ્રકારે SIR હાથ ધરવામાં આવતું હતું. વર્ષ 2002 પછી લગભગ 24 વર્ષના લાંબા અંતરાલ બાદ હવે 2026 માં પહેલીવાર સંપૂર્ણ અને સઘન રીતે SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ કોંગ્રેસ પક્ષ અચાનક આ મુદ્દાને એવી રીતે ઉઠાવી રહ્યો છે જાણે SIR માત્ર ચોક્કસ લોકોના વોટ કાપવા માટે જ કરવામાં આવી રહ્યું હોય."

SIR નો વાસ્તવિક હેતુ શું છે?

ભાજપ પ્રદેશ અધ્યક્ષે પ્રક્રિયા સ્પષ્ટ કરતાં કહ્યું કે, "SIR નો ઉદ્દેશ્ય કોઈ ચોક્કસ સમુદાયના મત કાપવાનો નથી. તેનો સાચો હેતુ માત્ર નવા પાત્ર મતદારોના નામ ઉમેરવાનો, અવસાન પામેલા લોકોના નામ કમી કરવાનો અને ડુપ્લિકેટ (બેવડા) મતોને યાદીમાંથી દૂર કરવાનો છે, જેથી મતદાર યાદી સંપૂર્ણ પારદર્શક બની શકે."

તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ જનતા વચ્ચે જાણી જોઈને એવો જૂઠો નેરેટિવ બનાવી રહી છે કે કોઈ ચોક્કસ ધર્મ કે સમુદાયના લોકોના નામ યાદીમાંથી જાણીજોઈને હટાવવામાં આવી રહ્યા છે, જે તદ્દન ખોટું અને પાયાવિહોણું છે.

બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ

રામચંદર રાવે કોંગ્રેસની આકરી ટીકા કરતા કહ્યું કે, "કોંગ્રેસ છેલ્લા સાડા બાર વર્ષથી કેન્દ્રમાં સત્તાથી બહાર છે, જેના કારણે પાર્ટીમાં ભારે હતાશા અને નિરાશા વ્યાપી ગઈ છે. આ હતાશાના કારણે જ તેઓ ચૂંટણી પંચ (ECI) અને સુપ્રીમ કોર્ટ જેવી દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થાઓની વિશ્વસનીયતા પર કાદવ ઉછાળવાનો અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."

મતદાર યાદીના મુદ્દે AIMIM અને કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા આરોપો સામે ભાજપ પ્રમુખના આ આક્રમક વલણથી તેલંગાણાના રાજકારણમાં ચર્ચા વધુ ગરમાઈ છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News