વારાણસીમાં એર ઈન્ડિયાની મુંબઈ જતી ફલાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની ધમકી પછી સઘન તપાસ

યુપીના મહત્ત્વના ધાર્મિક સ્થળ વારાણસીમાં મુંબઈથી વારાસણી આવી રહેલી એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફલાઈટમાં બોમ્બની ધમકી મળ્યા પછી વારાણસી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.વિમાનમાં બોમ્બની સૂચના મળવાની સાથે સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કર્યા પછી તપાસ પૂરજોશમાં શરૂ કરાઈ હતી. ઈ-મેઈલથી વિમાન ઉડાવવાની ધમકી મળ્યાનું સામે આવ્યું છે. બોમ્બ સ્કવોડની ટીમ એરપોર્ટ પર તપાસ કરી રહ્યું છે. વિમાનના તમામ 178 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા હતા.
વારાણસી શહેરના એરપોર્ટ પર બુધવારે મુંબઈથી આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફલાઈટમાં બોમ્બની ધમકીની સૂચના મળી. ધમકીભર્યો ઈ-મેઈલ વારાણસી એર ટ્રાફિક કંટ્રોલને મળ્યો હતો. જે બાદ વિમાનને તાબડતોબ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પ્રવાસીઓને વિમાનમાંથી તાત્કાલિક બહાર કાઢીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
બોમ્બની ધમકી અફવા સાબિત
વિમાનમાં કુલ 182 મુસાફરો સવાર હતા, જે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બોમ્બ નિરોધક દળ, CISF અને સ્થાનિક પોલીસની ટીમોએ વિમાનની ઝીણવટભરી તપાસ શરુ કરી હતી. ઍરપોર્ટના ડાયરેક્ટર પુનીત ગુપ્તાએ જણાવ્યું કે, વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. વિમાનને સુરક્ષિત જાહેર કરાયું છે અને ઍરપોર્ટનું સંચાલન સામાન્ય કરી દેવામાં આવ્યું છે.
દિલ્હીના લાલ કિલ્લા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સઘન સુરક્ષા
દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ આઈબી અને અન્ય એજન્સીઓ એલર્ટ છે. આવી સ્થિતિમાં વિમાનમાં બોમ્બની ધમકીને કોઈપણ રીતે અવગણી ન શકાય. હાલ વિમાનને આઈસોલેશન ઝોનમાં રાખીને તપાસ ચાલુ છે. તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે અને એરપોર્ટ પર સ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. જ્યારે સીસીટીવી મોનિટરિંગને વધુ સઘન કરવામાં આવી છે. દરેક શંકાસ્પદ હિલચાલ પર નજર રખાઈ રહી છે.

