VIDEO: ભાજપ સંગઠનની નવી ટીમના ગઠન બાદ હવે મોદી સરકારના કેબિનેટનો થશે વિસ્તાર, 12 જગ્યાઓ ખાલી
ભાજપ સંગઠનની નવી ટીમના ગઠન બાદ હવે મોદી સરકારના કેબિનેટ વિસ્તાર અને ફેરબદલ અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા ઘેરી બની છે. 2027 ની આગામી વિધાનસભા ચૂંટણીઓ (જેમ કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા) અને 2029 ની લોકસભા ચૂંટણીના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં મોટા પાયે ઓવરહોલિંગ થઈ શકે છે. આ ફેરબદલમાં 16 થી 17 નવા અને યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જ્યારે નબળું પ્રદર્શન કરનારા કેટલાક સીનિયર મંત્રીઓની રજા થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરની કેબિનેટ બેઠકમાં મંત્રીઓના ગ્રાઉન્ડ કનેક્ટ અને પરફોર્મન્સ પર ખાસ ભાર મૂક્યો હતો.
અશ્વિની વૈષ્ણવનું પ્રમોશન અને નીતિન ગડકરીના મંત્રાલયમાં ફેરફાર
અટકળો અનુસાર, વર્તમાન રેલ્વે, માહિતી અને પ્રસારણ તેમજ આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવની શાનદાર કામગીરીને કારણે તેમને પ્રમોશન આપીને કેબિનેટના ટોપ 5 મંત્રીઓમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ, રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરીના મંત્રાલયમાં ફેરબદલની શક્યતાઓ સેવાઈ રહી છે. E-20 ઇંધણ અને અન્ય વિવાદો વચ્ચે તેમના મંત્રાલયનો બોજ ઓછો કરીને નવો વિભાગ સોંપવામાં આવી શકે છે. કેબિનેટ વિસ્તારમાં કેટલાક એવા મંત્રીઓના નામ પણ બાદ થઈ શકે છે જેની કોઈને કલ્પના પણ નહીં હોય.
14 મંત્રીઓ પાસે એકથી વધુ વિભાગ, 12 જગ્યાઓ ખાલી
ચૂંટણી લક્ષી સમીકરણો અને વિપક્ષની નજર
મંત્રીમંડળનો આ ફેરબદલ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં જન્માષ્ટમીની આસપાસ યોજાઈ શકે છે. આ વિસ્તારમાં મહિલાઓ, Gen-Z, યુવાનો અને આગામી ચૂંટણી ધરાવતા રાજ્યોને મોટું પ્રતિનિધિત્વ આપવાની યોજના છે. કૉંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પણ આ કેબિનેટ ફેરબદલ પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે. વિપક્ષ એ જોવા ઉત્સુક છે કે સરકાર કયા સામાજિક સમીકરણો ગોઠવે છે અને કયા નેતાઓની જવાબદારી બદલે છે.

