VIDEO: શ્રીનગરમાં ભાજપ કાર્યાલય બહાર સુરક્ષા સચોટ
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને ભાજપ કાર્યાલયના ઘેરાવની જાહેરાતને પગલે શ્રીનગર સ્થિત ભાજપ કાર્યાલય બહાર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. એનસી દ્વારા કેન્દ્ર સરકારના વચનો અને વિવિધ મુદ્દાઓ અંગે ભાજપ સામે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને સુરક્ષા દળોના વધારાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ કાર્યાલય તરફ જતા માર્ગો પર બેરિકેડિંગ કરીને વાહનવ્યવહાર અને લોકોની અવરજવર પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

