Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : According to data from government oil companies, petrol sales increased by 4.8 percent and diesel sales by 6.4 percent.

VIDEO: સરકારી તેલ કંપનીઓના આંકડા મુજબ પેટ્રોલના વેચાણમાં 4.8 ટકા અને ડીઝલના વેચાણમાં 6.4 ટકાનો વધારો નોંધાયો

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તો બીજી બાજુ ઉર્જા બચાવો ઝુંબેશ વચ્ચે ચોંકાવનારા આંકડા સામે આવ્યા. સરકારી તેલ કંપનીઓના આંકડા મુજબ પેટ્રોલના વેચાણમાં 4.8 ટકા અને ડીઝલના વેચાણમાં 6.4 ટકાનો વધારો નોંધાયો છે. ખાસ વાત એ છે કે પેટ્રોલની સરખામણીએ ડીઝલની માંગ વધુ ઝડપથી વધી છે. પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં થયેલો વધારો દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ મજબૂત હોવાનો સંકેત આપી રહ્યો છે. ઉનાળાની સિઝનમાં પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વધેલા ઉપયોગને કારણે પેટ્રોલની માંગ વધી છે, જ્યારે ટુ-વ્હીલર વાહનોમાં પણ પેટ્રોલનો વપરાશ વધ્યો છે. ડીઝલના વેચાણમાં 6.4 ટકાનો વધારો નોંધાતા બજારના નિષ્ણાતો પણ આશ્ચર્યમાં મુકાયા છે. પેટ્રોલના ભાવ વધવાની આશંકાને કારણે પણ ગ્રાહકોએ આગોતરી ખરીદી વધારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિમાનમાં વપરાતા ATF ઈંધણના વેચાણમાં પણ 1.8 ટકાનો વધારો નોંધાયો છે.  

App Store
ટોપિક્સ:gstvgstv newsoil