VIDEO: સીજીપી કાર્યકર્તાઓની અટકાયત સામે અભિજીત દીપકેની આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને ચિંતાજનક ચીમકી
ગુવાહાટીમાં આસામ પોલીસ દ્વારા કોકરોચ જનતા પાર્ટીના સહ-સ્થાપક આશુતોષ રાંકા સહિત અન્ય કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવ્યા બાદ સીજીપીના સ્થાપક અભિજીત દીપકેએ રાજ્યના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને આકરી ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રોષ ઠાલવતા જણાવ્યું કે, આશુતોષ રાંકાને એક ખાનગી નિવાસસ્થાનેથી કોઈ પણ સ્પષ્ટ ગ્રાઉન્ડ કે આરોપ જણાવ્યા વગર અટકાયતમાં લેવાયા છે. જો તેમને અને અન્ય કાર્યકર્તાઓને તાત્કાલિક મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ પક્ષના અન્ય સભ્યો સાથે આસામ પહોંચી જશે અને મુખ્યમંત્રી તેમની પણ ધરપકડ કરે..કોકરોચ જનતા પાર્ટીની ગુવાહાટીમાં યોજાનારી બેઠક પહેલાં અસમ પોલીસે સેન્ટ્રલ કમિટીના ચાર નેતાઓ સહિત ૩૦થી વધુ કાર્યકરોને કસ્ટડીમાં લીધા છે. આશુતોષ રાંકાનો આક્ષેપ છે કે પોલીસે ખાનગી મકાનમાં થતી શાંતિપૂર્ણ બેઠક અટકાવી હતી.

