VIDEO: કોંગ્રેસના 'વંદે માતરમ્'ના બે પંક્તિ ગાવવાના નિર્ણય પર આપ સાંસદ સંજય સિંહ અને ભાજપના પ્રહારો
સોર્સ : gstv
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) દ્વારા પોતાના તમામ પક્ષીય કાર્યક્રમોમાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ની પ્રથમ બે પંક્તિઓ જ ગાવાના ૧૯૩૭ના પ્રસ્તાવને યથાવત રાખવાના નિર્ણય પર રાજકીય ગરમાવો આવી ગયો છે. આ મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દેશમાં મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક જેવા મુખ્ય મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે જ રાષ્ટ્રીય પ્રતીકો અને 'વંદે માતરમ્'ની આવી ચર્ચાઓને રાજકીય મુદ્દો બનાવવામાં આવી રહી છે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત ભાજપના નેતાઓએ કોંગ્રેસના આ નિર્ણયને ભારત માતાનું અપમાન ગણાવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ આજની તારીખે પણ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે.

