VIDEO: અમદાવાદ: રેલવે CAG રિપોર્ટ મુદ્દે કોંગ્રેસના આરોપ
સોર્સ : gstv
અમદાવાદમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રેલવેના CAG રિપોર્ટને આધારે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા. દોશીના જણાવ્યા મુજબ, 89 ટકા રેલવે સ્ટેશનો પર પીવાનું પાણી, વોશરૂમ અને બેઠક સહિતની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. અમદાવાદ અને સુરત જેવા મોટા સ્ટેશનોમાં પણ ખામીઓ હોવાનો દાવો કર્યો. છેલ્લા પાંચ વર્ષમાં ફાળવાયેલી રકમમાંથી 11,479 કરોડ રૂપિયા વણવપરાયેલા રહ્યા હોવાનો આક્ષેપ કરાયો. કોંગ્રેસે રેલવે સુવિધાઓ સુધારવા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.

