Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: A gang was caught stealing copper wire from BSNL Dunk while wearing AMC jackets

VIDEO: અમદાવાદ: એએમસીના જેકેટ પહેરીને બીએસએનએલ ડંકમાંથી કોપર વાયર ચોરતી ગેંગ ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં એએમસી કર્મચારીઓની ખોટી ઓળખ આપીને ચોરી કરતી એક હાઇટેક ગેંગનો વાસણા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના શખ્સો AMCના રેડિયમ જેકેટ પહેરીને તેમજ ક્રેન સાથે રાખીને ખુલ્લેઆમ રોડ પર ટ્રાફિક મેનેજ કરાવતા અને તે આડમાં BSNLની ડંક તોડીને કોપર વાયરની ચોરી કરતા હતા…પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને રવિકાંત શર્મા, વિષ્ણુ યાદવ, જાતેષ યાદવ અને રાહુલ ભરવાડ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અંદાજે ૭ લાખ રૂપિયાના કોપર વાયરની ચોરી કરનાર આ 8 થી વધુ લોકોની ટોળકીના અન્ય ફરાર સભ્યોને ઝડપી પાડવા માટે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

App Store