VIDEO: રાષ્ટ્રગીતનું સન્માન કરીશ પણ નહીં ગાઉં: વંદે માતરમ વિવાદ પર કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદ
સોર્સ : gstv
કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે વંદે માતરમના પાઠ વિવાદ વચ્ચે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે તેઓ રાષ્ટ્રગીતનું સન્માન કરશે અને તેના માટે ઊભા પણ રહેશે, પરંતુ પોતાના ધર્મના પાલનના બંધારણીય અધિકારને કારણે તે ગાશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ અલ્લાહ સિવાય કોઈની પૂજા કરી શકતા નથી અને તેમણે ક્યારેય વંદે માતરમ ગાયું નથી તેમજ ભવિષ્યમાં પણ નહીં ગાય. આ નિવેદન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સામેના વિવાદ અને ભાજપ દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ સામે આવ્યું છે.

