Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A massive fire suddenly broke out in a godown in Indore

VIDEO : ઈન્દોરના ગોડાઉનોમાં અચાનક ફાટી નીકળી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા નીકળ્યા

Timeછેલ્લું અપડેટ : 18 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના ખજરાના વિસ્તારમાં આવેલા ગોડાઉનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં તેણે આસપાસના અન્ય ગોડાઉનોને પણ પોતાની લપેટમાં લઈ લીધા હતા અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ટીમ સતત જહેમત ઉઠાવી રહી છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને પગલે ભારે ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.

App Store