VIDEO: દારૂનું દૂષણ ચાલુ છતાં આગેવાનો મૌન, પરંતુ ડીજે વગાડવા...; ગબ્બર ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ
સોર્સ : gstv
બનાસકાંઠામાં ઠાકોર સમાજનું બંધારણ ફરી એકવાર વિવાદમાં આવ્યુ છે. સમાજના નિયમો તોડવા બદલ ચર્ચામાં આવેલા જાણીતા સિંગર ગબ્બર ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગબ્બર ઠાકોરે ગીત ગાઈને સમાજના આગેવાનો પર આકરા પ્રહારો કર્યા છે. ગબ્બર ઠાકોરે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, સમાજના મોટા માથાઓ ખુલ્લેઆમ બંધારણના નિયમો તોડે છે છતાં તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. ગામડાઓમાં દારૂનું દૂષણ ચાલુ હોવા છતાં આગેવાનો મૌન સેવે છે, પરંતુ ડીજે વગાડવા બાબતે માત્ર તેમને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ વિડીયોને લઈને ઠાકોર સમાજ તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે

