Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : A massive fire broke out in Greater Noida's furniture market

VIDEO: ગ્રેટર નોઈડાના ફર્નિચર માર્કેટમાં લાગી ભીષણ આગ, દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન

Timeછેલ્લું અપડેટ : 16 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા વેસ્ટમાં આવેલા શાહબેરી ફર્નિચર માર્કેટમાં શુક્રવારે મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. લાકડા, ફોમ અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં અંદાજે 8 જેટલી ફર્નિચરની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

App Store

આગ પર કાબૂ મેળવવા માટે દિલ્હી, ગાઝિયાબાદ અને આસપાસના વિસ્તારોમાંથી આશરે 30 જેટલા ફાયર ટેન્કરો બોલાવવામાં આવ્યા હતા. સાંકડા રસ્તાઓને કારણે ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે.