VIDEO: ગંગા આરતીમાં તિરંગાના રંગોની ભવ્ય ઝલક
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના વારાણસીમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે દશાશ્વમેધ ઘાટ ખાતે ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ગંગા આરતીને તિરંગાની થીમથી સજાવવામાં આવી હતી. ઘાટ પર કેસરિયા, સફેદ અને લીલા રંગની રોશનીથી દેશભક્તિમય માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો ગંગા આરતીના દિવ્ય દર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. આરતી દરમિયાન દેશભક્તિના ગીતો અને મંત્રોચ્ચારથી સમગ્ર ઘાટ ગુંજી ઉઠ્યો હતો. 80મા સ્વતંત્રતા દિવસના અવસરે યોજાયેલી આ વિશેષ ગંગા આરતીમાં ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિનું સુંદર સંગમ જોવા મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમના દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા.

