મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ભિવંડીમાં ભારે વરસાદને પગલે ૧૩ વર્ષીય કિશોર ગટરમાં તણાયો

મહારાષ્ટ્રના ભિવંડીમાં ભારે વરસાદને કારણે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં દેવનગર વિ

તસવીર: GSTV

મહારાષ્ટ્રના ભિવંડીમાં ભારે વરસાદને કારણે એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં દેવનગર વિસ્તારની કાકુબાઈ ચાલ પાસે રમતા ૧૩ વર્ષીય કિશોરનું ગટરમાં તણાઈ જવાથી મોત નીપજ્યું હોવાની આશંકા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ગટરો છલકાઈ ગઈ હતી, તેવામાં રમતા-રમતા બાળકનો પગ લપસતા તે સીધો જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને શોધખોળ અભિયાન હાથ ધર્યું હતું. વરસાદની તીવ્રતા અને પાણીના ભારે વહેણને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે, જ્યારે સ્થાનિક તંત્રની બેદરકારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો