VIDEO: ભિવંડીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
મહારાષ્ટ્રના ભિવંડીમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્ય

મહારાષ્ટ્રના ભિવંડીમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં લોકો ઘરમાં કેદ થઈ ગયા છે, જ્યારે મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં, સતત પડી રહેલા વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. નાગરિકોને અત્યંત જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. સતત વધતા જળસ્તરને જોતા વહીવટી તંત્ર દ્વારા પણ રાહત અને બચાવ કામગીરી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.



